Sun. Sep 8th, 2024

નર્મદા / ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો

હાલ રાજયભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે એક ખુશખબર છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 1 મીટરનો વધારો નોંધાયો છે.


નર્મદા ડેમના ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેથી નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે.

Related Post

Verified by MonsterInsights