Sun. Dec 22nd, 2024

પંચમહાલ : ખેડુતોએ ખેતીમાં સિંચાઈ માટે પાનમ ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી

રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો છે, જેણે રાજ્યના મોટા જળાશયોને સીધી અસર પહોંચી છે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ પણ ચિંતાજનક બની છે, બીજી તરફ, પંચમહાલ જિલ્લાના વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

પંચમહાલ જિલ્લામાં પાનમ અને હડફ નામના બે મુખ્ય જળાશયો છે, જેમાંથી જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળસપાટી સતત ઘટી રહી છે. જિલ્લાના ખેડૂતો દ્વારા વરસાદ ખેંચાતા સિંચાઇ માટે પાણી છોડવાની માંગ કરી હતી.

હાલમાં સિંચાઇ કેનાલો દ્વારા સિંચાઈ માટે દરરોજ 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાવરહાઉસ માટે 250 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પાનમ ડેમની ભયજનક જળસપાટી 127.30 મીટર છે. ડેમમાં હાલ જળ સંગ્રહની કુલ ક્ષમતાના 45% જેટલી જ બાકી છે. પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાગમાં ગોધરા અને શેહરા તાલુકાના 150 ગામો ઉપરાંત હાલમાં પાનમ જળાશયો પર આધારિત છે.

Related Post

Verified by MonsterInsights