ગરબા આયોજન મંજૂર ન હોવાથી નવરાત્રિમાં કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ચણીયાચોલી બજારો ગયા વર્ષે ખાલી હતી. જો કે, સરકારે આ વર્ષે શેરી ગરબાને મંજૂરી આપતા હવે લોકો નવરાત્રિની ખરીદી માટે ઉમટી પડ્યા છે. લો ગાર્ડન, માણેકચોક, પાનકોરનાકા સહિતના બજારોમાં ચણીયાચોળી સહિત નવરાત્રિ સંબંધિત વસ્તુઓ ખરીદવા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
વેપારીઓનું કહેવું છે કે, ગત વર્ષે કોરોનાએ અપેક્ષા મુજબ વેપાર ધંધો થયો ન હતો. ભીડને જોતા, આ વખતે નવરાત્રિમાં ગત વર્ષની સરખામણીએ 30 થી 40 ટકા વધુ વેપાર થવાની આશા બંધાઈ છે. હજી પણ નવરાત્રી સુધીમાં મોટી સંખ્યામાં લોકો ચણીયાચોળી સહિતની વસ્તુઓ ખરીદે તેવી શક્યતા છે.