Sat. Dec 21st, 2024

બોલીવુડની લોકપ્રિય એક્ટ્રેસનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ

કોરોના વાયરસની બીજી લહેર થોભવાનું નામ નથી લઈ રહી. તમામ પ્રતિબંધો હોવા છતાં કોરોના વાયરસએ હોબાળો મચાવ્યો છે. થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણને કોરોના ચેપ લાગ્યો હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. હવે દીપિકા પાદુકોણ કોરોના પોઝીટીવ આવી છે.

દીપિકાનાં પિતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા અને ભૂતપૂર્વ ભારતીય બેડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

65 વર્ષીય ભૂતપૂર્વ બેડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણને સતત તાવ આવતાં બેંગ્લુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણનાં પિતાની તબિયતમાં હાલ સુધાર જોવા મળી રહ્યો છે. ઉપરાંત, જો બધું બરાબર થઈ જાય, તો પછી તેમને પણ 2-3 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

દીપિકા પાદુકોણની માતા અને તેની બહેન કોરોના પોઝીટીવ આવ્યા છે. હાલમાં દીપિકા પાદુકોણ બેંગલુરુમાં તેના પરિવાર સાથે છે. કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ જોખમી બની રહી છે. આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે દીપિકા અને તેનો પરિવાર જલ્દીથી સ્વસ્થ થઈ જશે.

Related Post

Verified by MonsterInsights