Sat. Dec 21st, 2024

ભારત અને આયરલેન્ડ વચ્ચે કુલ બે T20 ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ

ભારત – આયરલેન્ડ વચ્ચે કુલ બે T20 ઇન્ટરનેશનલ સિરિજનો બીજો મેચ આજે રમવામાં આવશે. પહેલા મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને 1-0 થી આગળ વધી ગઈ હતી. જો ભારતીય ટીમ બીજી મેચ પણ જીતી લે તો એ વર્ષ 2022માં T20ની ત્રીજી સિરીજ પણ તેના નામે કરી લેશે.

ભારતે આ વર્ષે અત્યાર સુધી શ્રીલંકા અને વેસ્ટઇન્ડીજ સામે સિરિજ જીતી છે અને સાઉથ આફ્રિકા સામે 2-2 ના આંકડા એ બરાબરી થઈ હતી. આજે આયર્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ઋતુરાજ ગાયકવાડ અનફીટ હોવાના કારણે તેના રમવા અંગે હજુ સસ્પેન્સ છે.

જો તેને રમાડવામાં આવશે તો ઓપનિંગ કરશે અને લાસ્ટ મેચની જેમ દિપક હુડાને ઓપનિંગની જગ્યાએ કોઈ બીજા ક્રમે રમવું પડશે તો ગઈ મેચમાં સંજુ સેમસનને ટીમમાં સ્થાન ન્હોતુ મળ્યું માટે આ મેચમાં તેને પણ રમવા મળે તેવી શક્યતા છે.

ઉપરાંત જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિકને ડેબ્યૂ મેચમાં એક જ ઓવર ફેંકવા મળી હતી અને એમાં એ ખાસ પરફોર્મ કરી શક્યો નહોતો. માટે આજની મેચમાં જો તેને તક મળે તો તેના પર્ફોર્મરન્સ પર સૌની નજર રહેશે.

 

Related Post

Verified by MonsterInsights