Mon. Dec 23rd, 2024

ભાવનગરના ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના નિવૃત કર્મચારી વિરૂધ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુન્હો નોંધાયો

સરકારી કર્મચારીઓ પર ઘણી વાર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતો હોય છે. તો લાંચ લેતા પણ ઝડપાઇ છે. હાલમાં જ ભાવનગરમાં વર્ગ-3ના નિવૃત કર્મચારી સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે.

ભાવનગરના ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના નિવૃત કર્મચારી વિરૂધ્ધ ગુન્હો નોંધાયો છે. કર્મચારી એન.કે.વાલિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ અપ્રમાણસર મિલકત સામે આવી છે. એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસ કરતા હજુ પણ વધુ અપ્રમાણસર મિલકત સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, અપ્રમાણસર મિલકતના ગુનાઓ વારંવાર સામે આવતા હોય છે. તો બીજી તરફ સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય તેવી પણ ઘટના સામે આવતી હોય છે.

Related Post

Verified by MonsterInsights