Sun. Sep 8th, 2024

ભાવનગર / વોયેજ સિમ્ફની જહાજના રિપેરિંગના કામને કારણે ઘોઘા હજીરા ફેરી સર્વિસ 4 દિવસ માટે બંધ

khabarchhe.com

ભાવનગર : ઘોઘા હજીરા ફેરી સર્વિસ લોકોને સુવિધાજનક સાબિત થઈ રહી છે. મુસાફરો સમય બચાવવા માટે ફેરી સર્વિસ પર જવાનું પસંદ કરે છે. આજે સવારે જ્યારે મુસાફરો ઘોઘા ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે ફેરી સર્વિસ બંધ છે. અચાનક સેવા બંધ થતાં મુસાફરો અટવાયા હતા.

ઘોઘા હજીરા ફેરી 4 દિવસ માટે બંધ રખાઈ

ભાવનગરમાં ઘોઘા થી હજીરા વચ્ચેની રો રો ફેરી સેવા ખૂબ પ્રખ્યાત થઈ છે. ત્યારે સર્વિસને બંધ રખાતાં ઘણા તર્ક વિતર્ક ઉઠવા પામ્યા હતા.

khabarchhe.com

વોયેજ સિમ્ફની પર રિપેરિંગ કામના કારણે ઘોઘા હજીરા ફેરી સર્વિસ ગુરુવાર થી રવિવાર સુધી ચાર દિવસ માટે બંધ રાખવામાં આવી હોવાનું ફેરીના સંચાલકો જણાવ્યું હતું.

રો રો ફેરી સેવાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

ઘોઘા હજીરા ફેરી સર્વિસમાં મુસાફરી માટેનો સમય બચાવે છે અને વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. જ્યારે લાંબા અંતરની આવતા માલવાહક ટ્રક પણ ફેરી સર્વિસનો વ્યાપક ઉપયોગ કરી રહી છે. પરંતુ કોઈપણ પૂર્વ સૂચના વિના ફેરી સર્વિસની રૂટિન ચેકઅપની કામગીરીના કારણે ફેરી બંધ રહેતા અનેક મુસાફરો અને માલવાહક ટ્રક ટર્મિનલ સુધી પહોંચી પાછા ફરી રહ્યા છે.

 

Related Post

Verified by MonsterInsights