મહેસાણામાં ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા માતા-પુત્રનું મોત નીપજ્યું છે જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા શહેરના ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફલેટમાં રહેતો ભાટિયા પરિવાર સોમવારે રાત્રે 9-30 વાગે એક્ટિવા પર ઘરે પરત ફરતો હતો, ત્યારે સાંઈબાબા બ્રિજ નજીક વળાંકમાં ટેન્કર ચાલકે ટક્કર માતા અને પુત્રનું મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવા પર સવાર પરિવારને લગભગ 100 ફૂટ સુધી ઢસડ્યો હતો.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતનો ભોગ બનેલો આ પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરમાં કેન્ટીનની સેવા આપતો હતો. સંદિપકુમાર ભાટિયા સોમવારે રાત્રે એક્ટિવા (GJ-2-DI- 1561) લઈને પત્ની વનિતાબેન અને પુત્ર હેત સાથે પરત ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન સાંઈબાબા બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા એક ટેન્કરે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વનિતાબેન (38) અને હેત (17)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજે કર્યા હતા અને ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે અકસ્માત બાદ ટેન્કર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.