મહેસાણા / હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવ્યાં, યુવતી સહીત 7 લોકો સામે પોલીસ ફરિયાદ
Mon. Jan 6th, 2025

મહેસાણા / હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવ્યાં, યુવતી સહીત 7 લોકો સામે પોલીસ ફરિયાદ

મહેસાણા : ઊંઝાના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક યુવતી સહીત સાત લોકો સમાઈ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.સુંદરતાની જાળ ફેંકીને આરોપી ટોળકીએ વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવી લીધા છે.

વેપારીનો આરોપ છે કે ડિમ્પલ પટેલ નામની યુવતી સહિત 7 લોકોએ હનીટ્રેપમાં ફસાવ્યો છે.

વેપારીનું કહેવું છે કે યુવતીએ ટેલિફોનિક વાતચીત કરીને સંપર્ક કર્યો હતો, ત્યારબાદ તેને જુદા-જુદા સ્થળે બોલાવીને રૂપિયા પડાવવામાં આવતા હતા.

હાલ તો વેપારીએ ડિમ્પલ પટેલ સહીત મૌલિક પટેલ, નટુજી ઠાકોર, સુજીત પટેલ, મહાદેવ ચૌધરી, અંકિત પટેલ અને સંદીપ પટેલ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Post

Verified by MonsterInsights