ગયા મહિને જીપીએસસી દ્વારા જાહેર કરાયેલ વર્ગ 1-2 પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આવ્યા પછી, ઉમેદવારો તરફથી અંતિમ જવાબ કી અંગે ફરિયાદો આવી હતી અને અંતે કેટલાક પ્રશ્નોના જવાબો ખોટા સાબિત થયા હતા – અંતે જી.પી.એસ.ઈ. માં નવું પરિણામ જાહેર કરવું પડ્યું હતું જેમાં નવા 645 ઉમેદવાર ક્વોલિફાઈ થયા છે. જીપીએસસી જેવી આટલી મહત્ત્વની પરીક્ષામાં, ચકાસણી વિના જવાબની ઘોષણા કરીને પરિણામ તૈયાર કરવું એ ગંભીર બાબત છે અને આ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે.
જીપીએસસી દ્વારા 21 માર્ચના રોજ પ્રિલિમ લેખિત પરીક્ષા વર્ગ 1 અને 2 ની 224 જગ્યાઓ માટે 2020-21 ની ભરતી અંતર્ગત લેવામાં આવી હતી. પરિણામ 9 મેના રોજ જાહેર કરાયું હતું, જેમાં 6152 ઉમેદવારો ક્વોલિફાઈ થયા હતા. ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પહેલાથી જ ખુલ્લા અને અનામત કેટેગરીમાં કટ-ઓફ માર્ક્સ ઘટાડી કોમન કરવામા આવતા અને કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારને બદલે 28 ગણા ઉમેદવારો ક્વોલીફાઈ કરવા પડયા હતા ત્યારે હવે જીપીએસઈએ કેટલાક પ્રશ્નોના જવાબોમાં છબરડાને પગલે નવુ પરિણામ જાહેર કરવુ પડયુ છે અને વધુ 645 ઉમેદવારો મેઈન પરીક્ષા માટે કવોલિફાઈ થયા છે. જેઓ હવે 30 જૂન સુધી મુખ્ય પરીક્ષા માટે અરજી કરી શકશે.
9 મી મેના રોજ જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી અંતિમ આન્સર કીમાં, કેટલાક પ્રશ્નોના જવાબો ખોટા હોવાની અને ઓપ્શન જુદા હોવાની ફરિયાદો ઉમેદવારોએ કરતા ફાઈનલ આન્સર કી ચેલેન્જ થઈ હતી.ત્યારબાદ આયોગે એક્સપર્ટસ પાસે વેરિફિકેશન કરાવતા કેટલાક પ્રશ્નોના જવાબો સરકારી રેકોર્ડ પ્રમાણે અલગ આવતા હોવાનુ અને ઓપ્શન અલગ હોવાનું ધ્યાને આવ્યુ હતુ.
જેને પગલે નવી આન્સર કી તૈયાર કરતા અને ફરીથી પરિણામ તૈયાર કરતા હવે કુલ 6797 ઉમેદવારોને ક્વોલિફાઈ કરવા પડયા છે ઉપરાંત તમામ કેટગેરીમાં નવા કટ ઓફ માર્કસ જાહેર કરવા પડયા છે. કુલ 224 જગ્યાઓમાં નાયબ કલેકટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15 જગ્યા, જિલ્લા નાયબ રજિસ્ટ્રારની 3, ડીવાયએસની 20, નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ વિભાગની 1 અને સહાયક રાજ્યવેરા કમિશરની કુલ 42 જગ્યાઓ છે.
વર્ગ -1ની 81 જગ્યાઓ છે અને સેકશન અધિકારીની 9, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની 7 અને રાજય વેરા અધિકારીની 74 જગ્યા તથા જિલ્લા નિરક્ષક જમીન દફતરની 25 અને સરકારી શ્રમ અધિકારીની 25 જગ્યા સહિત વર્ગ -2 ની 143 જગ્યાઓ છે. પ્રિલિમ બાદ હવે 19,21 એન 23 જુલાઈના રોજ મુખ્ય લેખિત પરીક્ષા લેવામા આવશે. મુખ્ય પરિક્ષાનું પરિણામ નવેમ્બર 2021માં જાહેર થશે અને કુલ જગ્યાની સામે ત્રણ ગણા ઉમેદવારોને ઈન્ટરવ્યુમા બોલાવાશે. 31 ડિસેમ્બર પહેલા અંતિમ પરિણામો જાહેર કરવામાં આવશે.