રાજકોટ : સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે ખેડુતોએ વાવણી શરૂ કરી દીધી છે. રાજકોટ લોધીકાની રાવકી નદીમાં કાર તણાઈ હતી જેમાં 1 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક નદી ઓમાં પુર આવ્યા હતા. જેમાં રાજકોટના લોધિકાની રાવકી નદીમાં એક કાર તણાઈ હોવાની ઘટના સામે આવી હતી, આ ઘટનામાં નિવૃત બેન્ક કર્મચારી લાલજીભાઈ ધેલાણીનું મોત નીપજ્યું હતું તેમજ કારમાં સવાર 2 મહિલાને બચાવી લેવામાં આવી છે.
ગામના સરપંચ સહિત યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યું કર્યું હતુ, તેમને બચાવ્યા ત્યારે ગામના લોકના રેસ્ક્યું ઓપરેશનથી 2 મહિલાઓને બચાવી લેવામાં આવી છે.
ગુજરાતમાં અને આસપાસના વિસ્તારોમાં હજુ સુધી કોઈ મજબૂત વરસાદની સિસ્ટમ બનાવવામાં આવી નથી, તેથી રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે. ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.