Sun. Dec 22nd, 2024

રાજકોટમાં કુચિયાદલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની

રાજકોટ : રાજકોટમાં કુચિયાદલ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટ પરિવાર પગપાળા ચોટીલા ચાલી માનતા પૂરી કરવા જતો હતો. અજાણ્યા વાહને બે વ્યકિતને ટક્કર મારતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એરપોર્ટ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દુખદ ઘટના એ છે કે, જે પુત્રીની બાધા પૂરી કરવા નીકળેલા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આજીડેમ સર્કલ પાસે રહેતા મિયાત્રા પરિવારે તેમની પુત્રીની બાધા રાખી હતી. પરિવારના ચાર સભ્યો, તેમની એક વર્ષની પુત્રી સાથે, પગપાળા ચોટીલા ચાલતા જવા નીકળ્યા હતા. ગઈકાલે સાંજે વરસાદ બંધ થતાં પરિવારના ચાર સભ્યો ચાલતા હતા.

ત્યારે આ પરિવારને રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરમાં નિર્દોષ પુત્રી નવ્યા અને તેના કાકા રવિ મિયાત્રાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે દીકરીની બાધા પૂરી કરવા નીકળેલા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જેથી નવ્યાના માતા-પિતાને ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. માતાને હાથને ગંભીર ઇજા થઈ હતી. જેથી પિતાને માથામાં ઇજાઓ પહોંચી હતી. તેમની એક પુત્રીના મોતથી પરિવાર આઘાતમાં છે. તે જ સમયે, પરિવારે તેમનો  પુત્ર ને પણ ગુમાવ્યો.

Related Post

Verified by MonsterInsights