રાજકોટમાં ઘરેલું હિંસાના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ હવે ઉલ્ટી ગંગા જેવો કિસ્સોસામે આવ્યો છે. ઘોર કળિયુગ પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ ગળાફાંસો ખાધો, યુવાનની ફરીયાદ પરથી તેની પત્ની સામે નોંધાયો ગુનો. જેમાં પત્નીના ત્રાસતી કંટાળી પતિએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, જંગલેશ્વરમાં શેરી નં. ૨માં રહેતાં ઈમરાન મહેબુબભાઈ કરગથરા ઉ.વ.૩૦ એ આજે ઘરે ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કરતા તેને પરિવારજનો જોઈ જતા તાત્કાલીક નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાણ થતા ભક્તિનગર પોલીસના એ.એસ.આઈ. ભરતસિંહ સોલંકી અને પ્રવિણભાઈએ હોસ્પિટલે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. સુત્રોએ જણાવ્યું કે, મજુરી કામ કરતા ઈમરાનને તેની પત્ની રૂકસારબેન ત્રાસ આપતી હોવાથી આ પગલું ભર્યાનું પુછપરછમાં જણાવ્યું છે. હવે તેની ફરીયાદ પરથી તેની પત્ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.