રાજકોટ : ડેમમાંથી છોડાયેલું પાણી હજી સુધી ઘણા ગામોમાં પહોંચ્યું નથી, ત્યારે ડુંગરકા ગામના ખેડુતો વિરોધ કરવા અર્ધનગ્ન થઈ ગયા છે. ખરીફ પાક સિંચાઈ માટે ખેડુતોને પાણીની જરૂર છે, પરંતુ પાક માટે પાણી ન હોવાના કારણે હાલમાં ઘણા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.
સામાન્ય રીતે હવામાન ખાતાની આગાહી મુજબ 13 જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, પરંતુ વરસાદી પરિબળો સક્રિય ન થવાથી વરસાદ ખેંચાયો છે, ત્યારે હાલ ખેડુતોની “એક સાંધે ત્યાં તેર તુટે “જેવી સ્થતિ સર્જાય છે.
ડેમમાંથી છોડાયેલું પાણી હજી અનેક ગામોની નહેરો સુધી પહોંચ્યું નથી, અગાઉ ખરીફ પાકની વાવણી કરનાર ડુંગરપુરના ખેડુતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે.
8 જૂને કેનાલમાં છોડાયેલ પાણી હજુ સુધી ગામમાં પહોંચ્યું ન હોવાનો ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે, જ્યારે ખરીફ પાકમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે હાલ પાકોને નિયત સમયે પાણી ન મળતા ખેડુતોને બીજી વાર વાવણી કરવાની નોબત આવતા ખેડુતોએ અર્ધનગ્ન થઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે.
આજી ડેમમાંથી છોડાયેલું પાણી હજી સુધી ઘણા ગામડે પહોંચ્યું નથી અને ગામમાં જે પાણી પહોંચ્યું છે તે જોતા પણ તે ખેડૂતો સાથે મજાક કરતા હોય તેવું લાગે છે.
ખેડુતો કહે છે, “દર વર્ષે 1 જૂને આજી ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. પરંતુ આ વર્ષે, 15 થી વધુ દિવસ પસાર થયા છે અને પાણી છોડવામાં આવ્યું નથી. ”