રાજકોટના વેણુ -2 ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને કારણે વેણુ ડેમમાં 1428 ક્યુસેક પાણીની આવક થઈ છે. ચોમાસાની શરૂઆતમાં પાણીની આવક થતાં જ પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે.
ઉપરવાસમાં સતત વરસાદને કારણે રાજકોટના ઉપલેટામાં 11 ગામોની જીવાદોરી સમાન વેણુ ડેમમાં પાણીની આવક થઈ છે. વેણુ ડેમની સપાટી અંદાજે અડધો ફૂટ વધારો થયો છે.
ગુજરાતમાં લાંબા વિરામ પછી ચોમાસું સક્રિય થતા ધોરાજી આસપાસના ઉપલેટા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થતા, ડેમમાં અડધા ફૂટ પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે વેણુ ડેમ દ્વારા અનેક ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે. ચોમાસાની શરૂઆતમાં જ પાણી આવક થતા લોકોની પાણીની સમસ્યા દુર થઈ ગઈ છે.