રાજકોટ રસી અંગે રાજકોટના નવા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ છે કે રાજકોટ જિલ્લાના પાંચ લાખ લોકોને રસી આપવામાં આવી છે. જિલ્લાના ગામડાઓમાં દરરોજ 10 હજાર લોકોને રસી આપવામાં આવે છે. 45 વર્ષથી વધુ લોકોમાં અંધશ્રદ્ધા હતી પરંતુ હવે યુવાનો રસી લઈ રહ્યા છે તેથી સીનિયર સીટીજનો પણ વેક્સીન મૂકાવી રહ્યા છે. ગામોમાં દરેક ક્ષેત્રના લોકો રસી અંગે જાગૃત થયા છે.