Mon. Dec 23rd, 2024

રાજકોટ / જામકંડોરણા નજીક ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો

રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક આવેલા ફોફળ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી 5 ફૂટથી વધીને 10 ફૂટ પર પહોંચી છે. થોડા દિવસો પહેલા ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ 5 ફૂટ નવા નીરની આવક નોંધાઇ હતી. પરિણામે, ફોફળ ડેમની કુલ સપાટી 33 ફૂટ છે અને હાલમાં માત્ર 10 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જો વરસાદ ખેંચાશે તો ધોરાજી અને ઉપલેટા પર પીવાના પાણીનો ખતરો તોળાશે. કારણ કે ફોફળ ડેમ ધોરાજી અને જામકંડોરણાને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ છે.

Related Post

Verified by MonsterInsights