રાજકોટ : જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં દારૂ ઝડપાવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ વડાએ 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. હેડકોન્સ્ટેબલ ભાવેશ ચાવડા અને બીટ જમાદાર અશોક ગોહેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે 550 પેટી દારૂ સાથે 22 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો હતો.
આ કેસમાં કિશોર ઉર્ફે ટીનો બારૈયાની પોલીસે દારૂના જથ્થા સાથે જ ધરપકડ કરી હતી. રાજ્યના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ધરપકડ કરી હતી. આરોપી ધીરેન કારીયા અને અનિલ ઉર્ફે ડબલી બારૈયાનો દારૂનો માલ હોવાનું સામે આવ્યું હતું. હજું અન્ય આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી આરંભી છે.