ગુજરાત માં સતત ચાર દિવસથી ચાલી રહેલી ડોકટરોની હડતાળ આક્રમક બની રહી છે . જેમાં સરકારે એક તરફ આ ડોકટરોની હડતાળ તોડવા માટે પ્રયત્ન કરી રહી છે. જેમાં હોસ્ટેલ ખાલી કરવા માટે રેસિડેન્ટ ડૉક્ટરોને નોટિસ આપી છે. જેમાં રાજકોટમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે.
જેમાં રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે સતત ત્રીજા દિવસે ડોક્ટરોના ધરણા ચાલુ છે. તેમજ જો માંગણી નહિ સંતોષાય તો આગામી સોમવારથી આંદોલન ઉગ્ર બનશે આ ડોકટરોએ કહ્યું કે જ્યારે અમારી જરૂર હતી ત્યારે કામ કરવાયું હવે કાર્યવાહીની વાત કરો છો. તેમજ જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.