Sun. Dec 22nd, 2024

રાજકોટ / 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યાં, ચટાકેદાર ફરસાણ બનાવવામાં ડીટર્જેન્ટ પાવડરનો ઉપયોગ

gujarati.news18.com

રાજકોટ : ચટાકેદાર ગાંઠિયા ખાતા પહેલા થઈ જજો સાવધાન કારણ કે ફરસાણની દુકાનોવાળા ગાંઠિયાને ચટાકેદાર બનાવવા વોશિંગ પાઉડરનો ઉપયોગ કરે છે. રાજકોટના ગાંઠિયા શોખીનોના પેટમાં કેમિકલ પધરાવે છે.

આ ચોંકાવનારી હકીકત કોર્પોરેશના ફૂડ વિભાગની તાપસ દરમિયાન સામે આવી છે.કોર્પોરેશનના ફૂડ વિભાગે પાડેલા દરોડા દરમિયાન 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યા છે, જેમાં કપડાં ધોવાના પાઉડરનો ઉપયોગ કરાયો હતો.

આ પાંચ પેઢીમાં પેડક રોડ પર વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શારમાર્કેટ પાસે ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ પર ચામુંડા ફરસાણ, દિગ્વિજય રોડ પર ભારત સ્વીટ માર્ટ અને લક્ષ્મીવાડી મેઈન રોડ પર સ્વામિનારાયણ ફરસાણનો સમાવેશ થાય છે.

આ 5 પેઢીમાંથી 3માં વોશિંગ સોડા 25 કિલો ઉપરાંત જુદાં જુદાં સ્થળેથી 8 કિલો પાપડી, 2 કિલ સક્કરપારા, 4 કિલો પેંડા, 10 કિલો મોહનથાળ, 3 કિલો મોતીચુર લાડુ, 20 કિલો તીખી પાપડી, 22 કિલો તીખા ગાંઠીયા, 4 કિલો સૂકી કચોરી, 21 કિલો સમોસા, 8 કિલો તીખુ ચવાણું જેવા અખાદ્ય ફરસાણ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ખાવાના સોડા કરતા વોશિંગ પાઉડર સસ્તો હોવાથી અને વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચે ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકોના આરોગ્ય સામે ચેડાં કરવામાં આવી રહ્યા હતા.

આ ગાંઠિયા ખાવાથી લોકોના હોજરી અને આંતરડામાં નુક્સાન થાય છે. ગાઠીયામાં ડીટર્જેન્ટ પાવડરનો ઉપયોગ ઉપરાંત ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાય છે. જો કે, તેનો ભાવ 130 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ 30/40 રૂપિયા હોય છે.

જેથી વેપારીઓ નફાખોર મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે. ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારા-ધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

Related Post

Verified by MonsterInsights