રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવી નદી પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. ઈકો બાયો ફુય્અલ નામની ફેકટરી પર GPCB એ 25 લાખનો દંડ ફટકાર્યો છે. 17 જુલાઈના રોજ પાંચપીપળા અને લુણાગરા ગામના લોકોએ જનતા રેડ કરી રંગીન કેમિકલ ઠાલવતા ફેકટરીના ટેન્કરને રંગે હાથ ઝડપી પાડ્યું હતું.
આ ઉપરાંત કેમિકલ કચરાના નિકાલ માટે GPCB એ ફેકટરીમાંથી નદીમાં ઠાલવવા માટેની પાઇપો પણ રંગે હાથ પકડી પાડી હતી. જેને કારણે ઈકો બાયો ફુય્અલ નામની ફેકટરીને ક્લોઝર સાથે GPCB એ 25 લાખનો દંડ ફટકાર્યો છે.