વીજ કંપની સાથે સંકળાયેલા ગ્રાહકો માટે આ મોટા રાહતના સમાચાર છે. ગુજરાત વીજ કંપનીઓના મામલામાં હાઈકોર્ટના ચુકાદાથી લાખો વીજ ગ્રાહકોને રાહત મળશે. કંપનીએ ટ્રાન્સફોર્મર અને અન્ય વધારાના ચાર્જ વસૂલતા હોવાનો મામલે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજી બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે ટ્રાન્સફોર્મર વસૂલવા તેમજ અન્ય વધારાના ચાર્જ વસૂલવા માટે વીજ કંપનીઓને ઝટકો આપ્યો છે.
હાઈકોર્ટે વીજ કંપની જર્ક દ્વારા નિયત ચાર્જ કરતા વધુ રૂપિયા વસૂલાત અંગેનો આદેશ જારી કર્યો છે. હાઈકોર્ટના આ આદેશ બાદ 2011 થી 2014 સુધીમાં વીજ કંપનીઓએ વીજ ગ્રાહકો પાસેથી વધારાના ચાર્જ વસૂલ કર્યા છે અને જો ગ્રાહક ફરિયાદ કરશે તો ચાર્જ પરત કરવો પડશે.
હાઇકોર્ટે શું આદેશ આપ્યો?
હાઈકોર્ટના આદેશ મુજબ અરજદારોને 4 અઠવાડિયાની અંદર લેવામાં આવેલી વધારાની રકમ પરત કરવામાં આવશે. હાઈકોર્ટના આ આદેશ બાદ 2011 થી 2014 સુધીમાં વીજ કંપનીઓએ વીજ ગ્રાહકો પાસેથી વધારાના ચાર્જ વસુલ્યો હશે અને જો ગ્રાહકો ફરિયાદ કરશે તો ચાર્જ પરત કરવો પડશે. નવા કનેક્શન માટે વધુ ચાર્જ લેવાની બાબત કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો છે, હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનના ચુકાદાને રદ્દ કર્યો છે.
ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનમાં ચુકાદો વીજ ગ્રાહકોની તરફેણમાં આવ્યો છે. જે બાદ વીજ કંપનીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને જ્યાં ચુકાદો વીજ કંપનીઓના પક્ષમાં આવ્યો હતો. જે પછી વીજ ગ્રાહકોએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને ડબલ બેંચ દ્વારા સિંગલ જજના ચુકાદાને રદ કર્યો હતો અને વીજ કંપનીઓને બાકી રહેલી વધારાની રકમ પરત કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો.