સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર ધીમે ધીમે કાબૂ મેળવવામાં ગુજરાતે સફળતા મેળવી લીધી છે. હવે દરરોજ નવા કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. પહેલાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજાર પર પહોંચી ગયો હતો તે હવે ધીમે ધીમે 1200 ની આસપાસ આવી ગયો છે.
જેના પરિણામે કોરોનાની મહામારી લીધે રાજ્યમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીમે ધીમે રાહત આપવામાં આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી એટલે કે આજથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે.