પંચમહાલ : હાલોલમાં લવ ટ્રાયએન્ગલનો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રો વચ્ચે એક જ યુવતીએ પ્રેમ સંબધ રાખતા કરુણ અંજામ આવ્યો છે. એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી છે. બાઇક સાથે બાંધી પ્રેમિકાના પ્રેમીની લાશને કૂવામાં નાંખી દીધી હતી.
હાલોલના તરખન્ડા ગામના યુવકને પ્રેમ પ્રકરણમાં મિત્ર એ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે. 2 જુનથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ઈંટવાડીથી બાઈક સાથે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી આવ્યો છે. એક જ યુવતી સાથે બે મિત્રોને પ્રેમ સંબધ હોવાની અદાવતે મિત્રએ જ પોતાના પિતરાઈ ભાઈની મદદથી મિત્રની હત્યા કરી છે. હાલોલ ગ્રામ્ય પોલીસે ફાયર બ્રિગેડની મદદથી યુવકનો મૃતદેહ બાઈક સાથે કુવામાંથી બહાર કાઢ્યો હતો. હાલોલ ગ્રામ્ય પોલીસે બે વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.