વડોદરા : વડોદરા શહેરના પ્રખ્યાત સુરસાગર તળાવમાંથી એક પછી એક જળચર જીવો મૃત હાલતમાં મળી આવેતા સુરસાગર તળાવના પાણીની શુદ્ધતા સામે પ્રશ્નો ઉભા થયા છે. થોડા દિવસો પહેલા સુરસાગર તળાવના પાણીમાં કાચબો મૃત હાલતમાં મળી આવતાં બે મોટી માછલીઓ પણ મૃત હાલતમાં મળી આવી છે. સુરસાગર તળાવના ગેટ નંબર 6 અને 4 પાસે બે મોટી માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે.
8 મી જુલાઈએ સુરસાગર તળાવના ગેટ નંબર 4 પાસે એક કાચબો મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે સુરસાગર તળાવના બ્યુટિફિકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કાચબા સહીતના જળચર જીવોનું ધ્યાન રાખવામાં આવ્યું નહોતું. જેના પરિણામે 3 મહિનામાં 8 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા. અને હવે બે મોટી માછલીઓને મૃત મળતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.