ગુજરાતના સરકારે બુધવારે કોરોનાના પગલે આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકના ઘટાડા સાથે ખુલ્લા મેદાનમાં આયોજિત જાહેર સમારંભમાં 400 લોકોની એકત્ર થવાની 31 જુલાઇ બાદ મંજૂરી આપી છે. તેવા સમયે રાજ્યમાં ગણેશ મહોત્સવને 4 ફૂટની પ્રતિમા સાથે યોજવા મંજૂરી આપી છે.
રાજય સરકારે ગણેશ મહોત્સવ માટે આપેલ છૂટને વડોદરાના ગણેશ મંડળોએ આવકારી છે. તેમજ કોવિડ પ્રોટોકોલ અને સરકારની ગાઈડલાઈન તેમજ ગણેશોત્સવ માટે આયોજકોની તૈયારીઓ શરૂ કરી છે. તેમજ આ મંડળોએ કહ્યું કે સરકારે છૂટ તો આપી પરંતુ જાહેરાત વહેલા કરવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વ્યાપક રીતે ગણેશ મહોત્સવ મનાવવામાં આવે છે.