વડોદરામાં દિવસેને દિવસે લુંટફાટની ઘટના અને ચોરી વધતી જઈ રહી છે ત્યારે, વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે. જેમાં રાવપુરા વિસ્તારમાં અલગ અલગ 7 જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેમાં શટર તોડતા 4 થી 5 તસ્કરોની ટોળકી CCTV માં કેદ થઈ છે.રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સતત વધી રહેલા ચોરીના બનાવોને ડામવા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.