વડોદરા : ગુજરાતના સુરત શહેરમાં ગજેરા સ્કૂલની મનમાનીને લઈને સીએમ રૂપાણીએ વડોદરામાં સ્પષ્ટ કર્યું છે કોઇ પણ નોટિફિકેશન નો ભંગ સરકાર ચલાવશે નહિ.
આ અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. શહેરના કતારગામમાં આવેલી ગજેરા સ્કુલની મોરી બેદરકારી સામે આવી છે.
રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડતા ધોરણ 9 થી 12 અને કોલેજોનું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 1 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી. આમ છતાં કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કુલમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને બોલાવવમાં આવ્યાં હતા.
આટલું જ નહી, પરંતુ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આમ ગજેરા સ્કુલ શાળા શિક્ષણ વિભાગ અને કોરોના માર્ગદર્શિકા બંનેના નિયમોનું ઉલ્લંઘન કર્યો છે. ગજેરા સ્કૂલ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધીરૂભાઈ ગજેરાની છે.