Mon. Dec 23rd, 2024

વડોદરા : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે ડીજીપી સમક્ષ અરજી કરી

વડોદરા : શહેરના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસ માં હવે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે DGPને અરજી કરી છે. જયદીપ પટેલે સ્વીટી પટેલના પુત્ર અંશની કસ્ટડી મેળવવા માટે અરજી કરી છે. અરજીમાં જયદીપ પટેલે બે વર્ષ ના અંશનુ ચોક્કસ ધ્યાન રખાતું ના હોવાની રજૂઆત કરી છે.


સ્વીટી પટેલના પુત્ર અંશના ચોક્કસ કોઈ સગડ ના હોય તેથી અંશની કસ્ટડી સોંપવા રજૂઆત કરી છે. જયદીપ પટેલે ઇમેલ દ્વારા અરજીની નકલ માનવ અધિકાર પંચ,ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી,ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને પણ મોકલી છે. સ્વીટી પટેલનો પુત્ર અંશ હાલ અજય દેસાઈની બીજી પત્ની પૂજા પાસે અમદાવાદમાં છે.

 

Related Post

Verified by MonsterInsights