આદ્ય શક્તિપીઠ ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવેલ છે તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ૨૦૧૪ માં ૫૧ શક્તિપીઠ લોકાર્પિત થયેલ ગબ્બર શક્તિપીઠનું ઐતિહાસિક અનેરું મહત્વ છે. અહી માં અંબે જ્યોત સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે. ૫૧ શક્તિપીઠની આબેહુબ કલાકૃતિઓનું અહીં નિર્માણ કરવામાં આવેલ છે. ૨.૮ કિમી પરિક્રમામાં કુલ ૨૦ સંકુલ આવેલા છે. અહી દેવસ્થાન ટ્રસ્ટના પુજારીશ્રીઓ દ્વારા દૈનિક નિત્ય પૂજન અર્ચન કરવામાં આવે છે.
આજરોજ તા . ૧૫/૨/૨૦૨૨ ના રોજ આઠમાં પાટોત્સવ નિમિત્તે ઉત્સાહ પૂર્વક ઉજણવી કરવામાં વી . સરકારશ્રીની કોવીડ – 19 ની ગાઈડલાઈનને અનુસરીને ૫૧ શક્તિપીઠ પરિક્રમાની પાલખી યાત્રા તથા શક્તિ યાગ કાર્યક્રમ યોજવામાં આવ્યો . પાલખી યાત્રામાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ , ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો , ૫૧ શક્તિપીઠના પૂજારીશ્રીઓ , આનંદ ગરબા મંડળના સભ્યો , અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીશ્રીઓ / કર્મચારીઓ તથા અંબાજી ગ્રામજનો જોડાયા . શક્તિપીઠોના મંદિરોમાં વિશેષ શૃંગાર કરવામાં આવ્યો . ગબ્બર ટોચ ખાતે , સંકુલ નંબર -૪ , તથા સંકુલ નંબર – ૮ મંદિર એમ ત્રણ જગ્યાએ દાતાશ્રીઓ દ્વારા શક્તિયાગ ( યજ્ઞ ) કરવામાં આવ્યા . આજના આ પાટોત્સવ કાર્યક્રમમાં , ઉપસ્થિત તમામે યજ્ઞકર્મમાં પૂજન અર્ચન કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી . જગજનની માં જગદંબા હાલમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુકત કરે તેવી આપણે સૌ હદયપૂર્વક પ્રાર્થના કરીએ..
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*