રાજ્યમાં કોરોનાની સ્થિતિને કારણે સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે આ મુદ્દે પરિપત્ર જાહેર કર્યો છે. સાથે જ દર શનિવારે સરકારી કચેરીઓ બંધ રાખવાનો નિર્ણય પણ યથાવત રાખવામાં આવ્યો છે. આગામી 29 મે સુધી આ નિર્ણયનો અમલ રહેશે.
રાજય સરકારના સામાન્ય વહીવટી કર્યો મહત્વનો નિર્ણય કર્યો છે. કોવિડના કારણે સરકાર ઓફિસમાં 50 ટકા સ્ટાફ રાખવાનો નિર્ણય યથાવત, ઉપરાંત સરકારી કચેરી શનિવાર બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. આગમી 29 મેં સુધી નિર્ણયનો તેનો અમલ થશે. આવશ્યક અને મેડિકલ ઇમરજન્સી સરકારી ઓફિસ શનિવારે કાર્યરત રહેશે.