અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી ડીજે પાર્ટીથી દર્દીઓને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો. હોસ્પિટલએ સાયલન્ટ ઝોન હેઠળ આવે છે અને તે ડીજે પાર્ટી તો દૂર હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે.
આમ છતાં સિવિલ હોસ્પિટલમાં બિન્દાસ્તપણે ડીજે પાર્ટી યોજાઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી DJ પાર્ટીના કારણે શોર આખા કેમ્પસમાં ફરી વળ્યો હતો.
એક તરફ દર્દી માંદગીથી પરેશાન હોય ત્યાં આ રીતે ડીજે પાર્ટી યોજીને ખલેલ પહોંચાડવાનુ એવું તે કારણ હતું?. દર્દીઓની ચિંતા ભૂલી રેસિડેન્ટ તબીબો DJ ના તાલ પર ઝૂમ્યા હતા. આ પ્રકારની ડીજે પાર્ટીની મંજુરી કોનાં દ્વારા આપવામાં આવી તે જ મોટો સવાલ છે. હવે આ મામલે જવાબદાર સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ તે જોવું રહ્યું?