Mon. Dec 23rd, 2024

દિલ્લીમાં સીએમ કેજરીવાલે કરી ચાર મોટી જાહેરાત

દિલ્હીમાં કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ચાર મોટી જાહેરાતો કરી છે. જેમાં કોરોનાથી મૃત્યુ પર 50 હજાર વળતર ઉપરાંત કમાનાર વ્યક્તિના મૃત્યુ પર 2500 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે. અનાથ બાળકોને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. દિલ્હીમાં ગરીબોને 10 કિલો અનાજ મફત મળશે.

દિલ્હીના સીએમ અરવિંદ Kejriwal એ કહ્યું કે કોરોનામાં ચારે તરફથી સામાન્ય વ્યક્તિની મુશ્કેલી વધારી કર્યો છે. કેટલાંક લોકો બેકાર છે. અનેક લોકોને ખાવાની તકલીફ થઈ રહી છે. જેમાં કુટુંબમાં કમાનારા ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને કોઈ કમાનાર નથી. ઘણા વૃદ્ધ લોકો છે જેમના કમાતા સંતાનો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેથી અમે વિચાર કર્યો કે આવા લોકોની મુશ્કેલીઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. આવી સ્થિતિમાં અમે ચાર જાહેરાત કરવા જઈ રહ્યા છીએ.

1. જે વ્યકિત કોરોનાના લીધે મૃત્યુ પામી છે. તેમના પરિજનોને 50 હજાર રૂપિયા વળતર મળશે.

2. એવા ઘણા પરિવારો છે જેમાં કમાનાર વ્યક્તિ મૃત્યુ પામી છે. તેમના પરિવારને 50 હજાર ઉપરાંત દર મહિને 2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

3. જે બાળકોના માતાપિતા મૃત્યુ પામ્યા હોય અથવા જેમના માતા અને પિતા અગાઉ મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી એકનું મૃત્યુ કોરોનાને કારણે થયું છે. આવા દરેક બાળકને 25 વર્ષ સુધી 2500 રૂપિયા આપવામાં આવશે. તેમનું શિક્ષણ પણ વિના મૂલ્યે આપવામાં આવશે.

4. 72 લાખ લોકો પાસે રેશનકાર્ડ છે.જેને સરકાર અનાજ આપે છે થોડા પૈસા લે છે. તેમને 10 કિલો ફ્રી અનાજ આપવામાં આવશે, જેમાં 5 કિલો અનાજ કેન્દ્ર સરકાર આપી રહી છે. જેની પાસે રેશનકાર્ડ નથી તેમને દિલ્હી સરકાર અનાજ આપવા જઈ રહી છે. જેઓ ગરીબ છે તેમને અનાજ આપવામાં આવશે. તેનો અમલ બે-ચાર દિવસમાં કરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights