સુરત : માતા-પિતા માટે લાલ બત્તી સમાન એક ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક સ્ટંટનો વીડિયો બનાવતી વખતે એક બાળકનું મોત નીપજ્યું છે. સુરતમાં એક 11 વર્ષની નેપાળી યુવતીનું મોબાઈલ ફોનમાં વીડિયો બનાવતી વખતે ગળે ફાંસો લાગી જતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં અન્ય એક ખતરનાક સ્ટંટમાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતમાં બાળકી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં 11 વર્ષિય નેપાળી બાળકી તેના મોબાઈલમાં વીડિયો બનાવી રહી હતી.
તે સમયે અચાનક તેને ગળે ફાંસો લાગી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ બાળકીના વોચમેન તરીકે નોકરી કરે છે. ત્યારે બાળકીના મોતથી પરિવારજનો ભારે આઘાતમાં છે. આ બાબતની જાણ થતાં સુરત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરતમાં સ્ટંટ કરવા જવા ધોરણ 8 ના વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. સ્ટંટ કરતી વખતે તેને ફાંસો લાગી ગયો હતો, તેથી તેનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા એપ પર મૂકવા માટે વીડિયો બનાવતી વખતે આ ઘટના બની છે. વિદ્યાર્થીને ટિકટોક પર નવા વીડિયો પોસ્ટ કરવાનો શોખ હતો. ત્યારે જ્યારે આ શોખે તેનો જીવ લીધો છે