Mon. Dec 23rd, 2024

સુરતમાં માસ્ક ન પહેરેલી યુવતીને બ્લેકમેલ કરીને પલસાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું શરમજનક કૃત્ય બહાર આવ્યું

સુરતમાં એક નરધામ પોલીસ કોન્સ્ટેબલનું શરમજનક કૃત્ય બહાર આવ્યું છે. પલસાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલા માસ્ક વિના પકડાતા કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યું. નરાધમ કોન્સ્ટેબલે દુષ્કર્મ આચરી અને પીડિતાના અંગત ફોટો પાડ્યા. અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી અને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આ સમગ્ર મામલો બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તો પછી સવાલ ઉઠી રહ્યા છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો લોકો ક્યાં જશે?. આવા પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા ભરવાની જરૂર છે. જો આવો હવસખોર પોલીસ હોય તો મહિલા પોલીસ પર વિશ્વાસ કેવી રીતે રાખી શકે? આવા કેટલાક પોલીસકર્મીઓને કારણે આખું પોલીસ જગત શરમજનક થાય છે. કોન્સ્ટેબલ નરેશ કાપડિયા જેવા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

આખી ઘટના 2020 ની છે. એક યુવતીને માસ્ક ન પહેરવાના બહાને 33 વર્ષીય યુવતીને પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કોન્સ્ટેબલ દ્વારા રોકી હતી. અને યુવતિ પાસેથી તેનો ફોન નંબર લીધો. જે બાદ કોન્સ્ટેબલ યુવતીની સોસાયટીમાં પહોંચી ગયો હતો અને પોલીસ સ્ટેશન આવવું પડશે એમ કહીને તેને કારમાં બેસાડી દીધી હતી. અને યુવતીને કારમાં બેભાન બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે યુવતીનો ફોટો પણ પાડી લીધા હતા. આ પછી તે યુવતીને ફોટો બતાવતો હતો અને અવાર-નવાર તેને બ્લેકમેલ કરતો હતો. પલસાણાની કાઠિયાવાડી હોટલમાં પણ તેણે દુષ્કર્મ આચર્યું હતું.

ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવતી ગર્ભવતી થઈ હતી અને તેના ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કોન્સ્ટેબલે યુવતીનો ગર્ભપાત પણ કર્યો હતો. અગાઉ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા કોન્સ્ટેબલે હવે પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. શોષણથી ત્રસ્ત યુવતીએ આખરે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

 

Related Post

Verified by MonsterInsights