સુરતમાં કોરોનાના કેસો ઘટી ગયા પછી શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, જીમ અને માર્કેટ ખુલી ગયા છે. સુરતીઓને હરવા-ફરવા માટે ગોપી તળાવ નેચર પાર્ક અને ઝૂ જેવી જગ્યાઓ પણ ખૂલી ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી ડુમસ બીચ પર તંત્રએ હરવા ફરવા માટે પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ શહેરીજનોને આ સ્થળે જવા માટે રૂપિયા ચૂકવવા પડે છે જ્યારે ફ્રી માં હરવા-ફરવાનું એકમાત્ર સ્થળ ડુમસ બીચ જેના પર તંત્રએ પ્રતિબંધ મૂક્યો હતો.
કોરોનાના કારણે ઘણા સમયથી હરવા ફરવાના જગ્યા બંધ હોવાથી સુરતીઓ માટે એક પણ સ્થળ બચ્યું ન હતું. પરંતુ લાંબા સમય બાદ ડુમસ બીચ ખુલી દેવાતા સુરતીઓએ આજે મોટી સંખ્યામાં બીચ પર ઉમટી પડ્યા હતા, અને રવિવારની મજા માણી હતી. જેથી લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો.
જો કે, સ્થાનિકોના રોષ અને ધારાસભ્યો તેમજ કોર્પોરેટરોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને કમિશનરે શનિવાર અને રવિવારે ડુમસ બીચને બે દિવસ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો હતો. લોકો સવારે 7:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી અહીં ફરવા જઈ શકે છે. જેઓ સાંજના 7 વાગ્યા પછી બીચ ખાલી નહીં કરે અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાને પગલે રજાના દિવસોમાં વીકેન્ડમાં પોલીસ કમિશનર સાથે સંકલન કરીને ડુમસ બીચ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. તો સુરતીઓ આજે રવિવારે રજાની મજા માણવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.