સુરત શહેરથી મોટી ઘટના સામે આવી છે. સુરતમાં મજુરા ગેટ ફાયર સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઈ. જોત જોતામાં ફાયર સ્ટેશનની બિલ્ડિંગ જમીનદોસ્ત થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થઇ ગયો.
બિલ્ડીંગ ધરાશાહી થઇ જતા ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. અચાનક આખી બિલ્ડીંગ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ બિલ્ડીંગ જર્જરિત હતી. જર્જરિત ફાયર સ્ટેશનની ઇમારતને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી.
આ જર્જરિત બિલ્ડીંગનું ડિમોલિશનનું કામ એક અઠવાડિયાથી ચાલી રહ્યું હતું. પરંતુ બિલ્ડિંગ એકાએક પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. જેનો વિડીયો આપ જોઈ શકો છો. સારી બાબત એ છે કે આ ઘટનામાં કોઇ જાનહાની નહીં થઇ હોવાની માહિતી બહાર આવી છે.