Thu. Dec 26th, 2024

સુરત / લવ જેહાદનો પ્રથમ ગુનો નોંધાયો : 51 વર્ષના આધેડ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી

સુરત : સુરતમાં લવ-જેહાદનો પ્રથમ ગુનો નોંધાયો છે. ડિંડોલી પોલીસે 51 વર્ષના આધેડ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. તેણે હિન્દુ નામ ધારણ કરીને 22 વર્ષની યુવતીને ફસાવી હતી.

51 વર્ષના પરિણીત આધેડે ડિંડોલીની યુવતી સાથે ઓળખ છૂપાવીને લગ્ન કર્યા હતા. તેણે યુવતીને રેલવેમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. લગ્ન બાદ આધેડે યુવતીના સંબંધીઓને રેલવેમાં નોકરી અપાવવાના બહારને 13.70 લાખ રૂપિયા પડાવ્યા હતા.


જો કે, દોઢ મહિના પહેલા આધેડ ઈસ્લામ ધર્મનો હોવાનું માલૂમ પડતા યુવતીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ આ યુવતીને મુસ્લીમ ધર્મ અંગિકાર કરવા, નમાઝ પઢવા અને બુરખો પહેરવા માટે દબાણ કરવામાં આવતું હતું.

રાજ્યમાં સુરત પહેલા વડોદરા અને વાપીમાં પણ લવ જેહાદના કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ હવે, લવ જેહાદની પીડિતાઓ ન્યાય માટે આગળ આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights