Fri. Dec 27th, 2024

સુરત / વરાછામાં લારીવાળા અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ, છુટ્ટા હાથે મારામારી થઇ

સુરત : સુરતના વરાછામાં લારીવાળા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર સામે આવ્યાં છે. વરાછાના માતાવડી વિસ્તારમાં લારીવાળા અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.


સુરત કોર્પોરેશનના અધિકારીઓએ રસ્તા પર દબાણ કરનાર લારીવાળાઓને હટાવતા માથાકૂટ થઈ હતી અને અધિકારીઓ અને લારીવાળાઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારીની ઘટના ઘટી હતી. અવારનવાર પાથરણા અને લારીવાળા સાથે માથાકૂટની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી લારીવાળાની અટકાયત કરી હતી.

Related Post

Verified by MonsterInsights