Fri. Dec 27th, 2024

સુરત : 12 મલ્ટીપ્લેક્સ 5 ઓગસ્ટ પછી ખુલશે, 15 માંથી 3 મલ્ટીપ્લેક્સ આજથી શરૂ

સુરત : સુરતના ફિલ્મ રસીકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરના વધુ 3 થિયેટરો શરૂ થયા છે.. તો 15 પૈકીના 12 મલ્ટીપ્લેક્સ 5 ઓગસ્ટ પછીથી ખુલશે. થોડા દિવસથી વરાછા વિસ્તારમાં આવેલું ફ્રાઈડે મલ્ટીપ્લેક્સ ખુલ્લુ હતું.

હવે શુક્રવારથી આઈનોક્સ, સિને પોલીસ અને સિને મેક્સ થિયેટરો ખુલી રહ્યા છે. થિયેટરો દ્વારા સવારથી જ અલગ અલગ શો રાખવામાં આવ્યા છે.

જેમાં એક હોલીવુડ મુવી શુક્રવારથી રિલિઝ થશે તેની સાથે જુની ફિલ્મો બતાવાશે. થિયેટરોમાં 60 ટકા સિટિંગ કેપિસિટી રહેશે.

આઈનોક્સ, સિનેપોલીસ અને સિને મેક્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના દર રૂ.90 થી 220 સુધી રાખવામાં આવ્યા છે..કોરોનાકાળ બાદ પણ થિએટર સંચાલકોએ બહારની વાનગી લઈ જવા મંજૂરી આપી નથી. મલ્ટીપ્લેક્સોની કેન્ટિનમાંથી જે વસ્તુ મળે છે તે જ અંદર લઈ જઈ શકાશે.

Related Post

Verified by MonsterInsights