સુરત : શહેરમાં 3-4 દિવસના ઉકળાટ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ધીમીધારે વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો રાહત થઇ છે.
સુરત શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુરતના પીપલોદ, અઠવાલાઈન, ઉધના, અડાજણ, કતારગામ આ તમામ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે.