સુરત : સુરતને હીરા ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. દેશ-વિદેશમાં પણ સુરતના હીરા નિકાસ થાય છે. આ દરમિયાન રત્ન કલાકારોએ પગાર વધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો.
વરાછા હિરાબાગની હરિનંદન સોસાયટીમાં રત્ન કલાકારોએ વિરોધ કર્યો છે.
રત્ન કલાકારે પગાર માટેની વધારાની માંગ સાથે વિરોધ કર્યો. મીરા જેમ્સના રત્ન કલાકારો વિરોધ કરી હડતાલ પર ઉતરી ગયા છે.
રત્ન કલાકારો વધતી મોંઘવારી સાથે ભાવ વધારાની માંગ કરી છે. 500 થી વધુ રત્ન કલાકારોએ વિરોધ કર્યો. જો પગાર ન વધારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. રત્ન કલાકારોએ કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવા તત્પરતા દર્શાવી છે.