કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે શિક્ષકોને પણ કામે લગાડ્યા હતા. AMC સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકો પણ કામે લાગ્યા હતા. AMC સ્કુલ બોર્ડનાં અલગ અલગ શિક્ષકોને જવાબદારી સોંપાઇ હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે. તેવામાં શિક્ષકોને કોવિડ ડ્યુટીમાંથી મુક્ત કરીને બાકી મહેનતાણું ચુકવવા માટેની માંગ કરવામાં આવી છે.
કોરોના કાળમાં AMC સ્કૂલ બોર્ડનાં અનેક શિક્ષકોને કોવિડ ડ્ટૂયી સોંપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, સર્વે, ડેટા એન્ટ્રી અને વેક્સિનેશન જેવી કામગીરી સોંપવામાં આવી હતી. કોવિડ ડ્યૂટી સોંપ્યા બાદ શિક્ષકોને મહેનતાણું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં ચૂકવણી બાદ પાછી કરવામાં આવી નહોતી. જેમાં શરૂઆતમાં ચુકવણી બાદ પછી કોરોના આવી નહોતી. જેથી શિક્ષકોને કોવિડ ડ્યૂટીમાં મુક્તિ અને વેતન આપવાની માંગણી કરવામાં આવી છે.
AMC સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના કેસ ઘટતા કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોની સંખ્યા ઘટી છે. કોરોનાની શરૂઆતથી શિક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી હતી. શિક્ષણ ઉપરાંતની અન્ય કામગીરી સોંપવાની કામગીરીની અસર બાળકોના ઓનલાઇન શિક્ષણ પર થઇ રહી છે.