એસટી કર્મચારીઓનો માસ સી.એલ પર જવાના મુદ્દે અડિગ છે. તેમને જણાવ્યું છે કે તેમની માંગ પૂરી નહીં કરવામાં આવે તો તેઓ હડતાલ પર ઉતરશે. એટલે કે તેમના મુદ્દાઓ માનવામાં નહીં આવે તો આજ રાતથી 8 હજાર બસના પૈડા થંભી જશે.
આ બાબતે કર્મચારીઓએ સરકારને રાત્રે 12 વાગ્યા સુધીમાં જવાબ આપવા અલ્ટીમેટમ આપ્યું છે. સંકલન સમિતિએ કહ્યું કે સરકાર હકારાત્મક વલણ નહીં દાખવે તો કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરશે.
ત્યારે એમ પણ જાણવા મળ્યું કે ગઈકાલે સરકાર સાથેની વાતચીત આર્થિક લાભને લઈને પડી ભાંગી. તમને જણાવી દઈએ કે એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નો સાથે માંગ પર ઉતરી આવ્યા છે.
મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠકમાં પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. તેમની કુલ 20 માંગણીઓ છે, સાતમાં પગારપંચની માંગ છે.
જેના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે અન્ય સંસ્થાઓને 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. તેથી આ કર્મચારીઓને માત્ર 12 ટકા મોંઘવારી ભથ્થું મળે છે.
કોરોનાના સમયગાળા દરમિયાન કોરોનાને કારણે મૃત્યુ પામેલા કર્મચારીને 25 લાખ રૂપિયાની સહાયનું વચન આપવામાં આવ્યું હતું. પરંતુ તે પૂરો થાય નથી. કર્મચારીઓમાં ગ્રેડ પે અને ફિક્સ પગાર અંગે પણ અસંતોષ છે.