Sat. Dec 21st, 2024

હાલોલમાં ચંદ્રપુર GIDC માં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા.

૦૨/૦૨/૨૦૨૪

આપણા આજુ બાજુના વિસ્તારમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને  ચર્ચા વિચારણા ચાલી રહી હોય છે આવા માહોલમાં હાલોલ GIDCમાં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના 600 જેટલા કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે.  હાલોલના ચંદ્રપુરા ગામમાં આવેલી ટોટો નામની ખાનગી કંપનીના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને મોટો  હોબાળો કર્યો.

કર્મચારીઓનું કેહવું છેકે સતત ઘણા વર્ષોથી કામ કરતા કર્મચાીઓને પોતાના હકનું કઈ પણ મળતું નથી અને સાથે તેમને મોટા હોદેદારો સાહેબો દ્વારા કામ માટે દબાણ પણ કરવામાં આવે છે પણ કામદારોની સલામતીને લઈને કોઈ પણ સારી રીતે સારવાર નથી મળતી.

 

કર્મચારીઓને પોતાના હકનું છે તે પણ નથી મળી રહેલું,નથી તેમને કોઈ આગળ હોદ્દો આપવામાં આવી રહ્યો અને તેમને પોતાની શરીરમાં થતી મુશ્કેલી ઓને નજરઅંદાજ કરીને ચલાવી રહ્યા છે આ બધી સમસ્યાનાં નિરાકરણ માટે આ હોબાળો કરવામાં આવ્યો છે.

કર્મચારીઓનું  કેહવું છે કે તેમને પોતાની જે યુનિયન છે કોઈ પણ જાતે હડતાળ નથી કરી પણ તેમના ઉપલા સાહેબોના ખોટા નિયમો ને લીધે આ હોબાળો કરવો પડ્યો છે અને સતત ૨ દિવસથી ચાલી રહેલી આ હડતાલમાં બહાર આવી ઠંડીમાં કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર હડતાલ પર બેઠા છે અને કંપનીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે આ હડતાળ હજી ક્યાર સુધી ચાલશે તેનું હજી કઈ પણ નિરાકરણ નથી મળી રહ્યું. અને સાથે તેમનું આટલું કેહવું છે કે તેમની સમસ્યાઓનો કોઈ નિરાકરણ લાવે.

 

Related Post

Verified by MonsterInsights