Sun. Sep 8th, 2024

રાજ્યના ધારાસભ્યોઓએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આ હેતુસર ધારાસભ્યો જરૂરિયાત મુજબ પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટનો ઉપયોગ પણ કરી શકશે.

મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ ધારાસભ્યો પોતાની આવી ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મતક્ષેત્રમાં આરોગ્ય સાધનોની ખરીદી માટે કરતા હતા તે હવે પ્રવર્તમાન કોવિડ-19ની સ્થિતિમાં પોતાના જિલ્લાની સિવિલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રિકટ હોસ્પિટલ માટે પણ કરી શકશે.

રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે.

વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં થયેલા નિર્ણય અનુસાર રાજ્યના જનપ્રતિનિધિઓએ આ રકમમાંથી સિવિલ હોસ્પિટલો, અન્ય સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં તેની સારવાર-નિયંત્રણના અદ્યતન સાધનો-મશીનો ખરીદવા માટે ઓછામાં ઓછા રૂપિયા 50 લાખ ફરજિયાત ફાળવવાના રહેશે.

એટલું જ નહિ, ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જે સેવાભાવથી અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતિમાં રૂપિયા 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યઓની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે. મુખ્યમંત્રીએ એવો અભિગમ પણ અપનાવ્યો છે કે સરકારી-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત હોસ્પિટલ-દવાખાનાની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આ જરૂરિયાત અનુસાર ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ફાળવવાની થતી રકમ માટે કોઈપણ રકમની મર્યાદા લાગુ પડશે નહી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે સુચવ્યું છે કે આ MLA ગ્રાન્ટની જોગવાઇઓ કોવિડ-19ની વિશિષ્ટ પરિસ્થિતિમાં માત્ર વર્ષ 2021-22 માટે મંજૂર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે.

Related Post

Verified by MonsterInsights