Sun. Sep 8th, 2024

ખુશખબર : 15 દિવસમા એક પણ મૃત્યુ નહિ, ગુજરાતમાં 2 દિવસમાં કોરોનાના કેસ 20 થી નીચે

ગુજરાતના કોરોનાની બીજી લહેર તેના અંત તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ 20 થી ઓછા કેસ નોંધાયા છે. જે ગુજરાત માટે સારા સમાચાર છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના સૌથી ઓછા 15 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય પર પહોંચી ગયો છે.

કોરોનાના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના સામે આવેલા રાજ્યમાં સૌથી ઓછા 15 કેસ નોંધાયા છે.

જ્યારે રાજ્યના 3 મહાનગરો અને 25 જિલ્લાઓમાં શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને કુલ સક્રિય કેસોની સંખ્યા ઘટીને 213 થઈ ગઈ છે.

આપણે રાજ્યના મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 3 અને વડોદરામાં 4 કેસ નોંધાયા છે. જ્યારે સુરત અને જૂનાગઢમાં 2-2 કેસ નોંધાયા છે. નોંધપાત્ર બાબત એ છે કે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,076 પર સ્થિર છે, જ્યારે કુલ 8.14 લાખ દર્દીઓએ કોરોના સામેની લડાઈ જીતી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.75 ટકા પર સ્થિર છે.

Related Post

Verified by MonsterInsights