Ahmedabad : નવા બિઝનેસ સ્ટાર્ટ અપ કરતા નવ યુવાનોને પ્રોત્સાહિત કરવા શગુન ગ્રુપ દ્વારા આંતરપ્રિન્યોર એવોર્ડ 2021 સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા. આ સિવાય અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોને આગળ વધવાની હાકલ કરવામાં આવી.
આ સમારોહમાં ગુજરાતના અનેક યુવાનોએ હાજરી આપી હતી. જેમાં શગુન ગ્રુપ દ્વારા યુવાનોને નવો બિઝનેસ શરૂ કરવા અંગે માર્ગદર્શન સહિતની માહિતી આપવામાં આવી હતી. અને, નવયુવાનોમાં બિઝનેસ શરૂ કરવા માટે જોમ પુરું પાડવામાં આવ્યું હતું.