Fri. Oct 18th, 2024

રાજકોટ : પોલીસે સ્થળ શોધી કાઢ્યુ, રાજકોટમાં હોટલમાં ડાન્સ મામલે તપાસ શરૂ

રાજકોટના યાજ્ઞિક રોડ પરની હોટલમાં યુવતીના ડાન્સ અંગે પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં એ ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ ગુનો દાખલ કરાયો છે. રાજકોટ પોલીસના DCP મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, જે સ્થળેથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે સ્થળ પોલીસે શોધી કાઢ્યુ છે.

વીડિયો બનાવનાર વ્યક્તિને શોધીને વીડિયોની તપાસ પણ કરવામાં આવશે. જોકે, નક્કર પુરાવા મળ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હોટલના છઠ્ઠા માળેનો રૂમ એક્ઝિક્યુટિવ રૂમ હતો. માત્ર હાઇ પ્રોફાઇલ લોકો આ રૂમ ભાડે રાખતા હોય છે અને તેનો ચાર્જ વધુ હોય છે.


હાલમાં, પોલીસ વિભાગ હોટલમાં વધુ તપાસ કરી રહી છે, જેમાં હોટલના સીસીટીવી અને રજિસ્ટરની એન્ટ્રીની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ હોટલનો તમામ ડેટા એકત્ર કર્યો છે અને તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીનું માનવું છે કે વાયરલ વીડિયો 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચેનો હોઇ શકે છે.ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ તપાસમાં કયા કયા ખુલાસા થાય છે.

 

Related Post

Verified by MonsterInsights