ગુજરાતમાં હાલ કોરોના કાબૂમાં છે અને રસીકરણની સ્પીડ વધી રહી છે.ત્યારે ભાવનગરમાં સો ટકા રસીકરણ માટે મનપાના આરોગ્ય તંત્રએ યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કર્યા છે. જેના પગલે હવે જાહેર સ્થળો પર નહીં જ પરંતુ હવે લોકોના ઘરે ઘરે જઇને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ફરે છે અને નાગરિકોના રસીકરણના સર્ટિફિકેટ ચેક કરવાની સાથે બાકી હોય તેમનું રસીકરણ કરે છે.મહત્વપૂર્ણ છે કે મનપા તંત્રેએ સરકારે આપેલા ટાર્ગેટને પૂર્ણ કર્યો છે.
ત્યારે નાગરિકોમાં પણ રસીકરણ મુદ્દે આવેલી જાગૃતાને પગલે રસીકરણનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ પ્રથમ ડોઝ લેનારા 100 ટકા લોકોના રસીકરણ માટે કમર કસી છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સધીમાં 98 ટકા જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને કોર્પોરેશન દ્વારા 100 ટકા વેક્સિનેશન કરવા માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જેથી હવે જે પણ નાગરિકોનું પ્રથમ અથવા બીજો ડોઝ બાકી રહી ગયો હોય તેવા તમામ લોકોને ઘરે જઈને વેક્સિન આપવા માટેનો ઝુંબેશ હાથ ધરી છે.